Neelmadhav public school
મોબાઈલ નંબર:- ૯૯ ૨૫ ૫૪ ૫૪ ૧૧

ડાયરેકટર્સ મેસેજ

સુજ્ઞ આત્મિયશ્રીમાન;

સામાન્ય રીતે આજના આધુનિક અને ઝડપી યુગમાં આપણે ઉતાવળું પગલું ભરી લઈએ છીએ જે બાળકની કારકીર્દિ માટે એક ગંભીર બાબત કહેવાય પરંતુ જયારે આપણા બાળરત્ન એવા “બાળક” નાં ભવિષ્યની વાત આવે ત્યારે આપણે ચોક્કસપણે શાંતિથી યોગ્ય નિર્ણય લેવો જ રહયો.

શાળા પસંદગીની બાબતમાં આપણે કેવી શાળા પસંદ કરવી? તે શાળાનું શૈક્ષણિક અને સામાજિક વાતાવરણ કેવું છે? અભ્યાસ ઉપરાંતની પ્રવૃતિઓનું આયોજન થાય છે કે નહીં? આપણા બાળકોનો કેટલો સમય ટ્રાવેલિંગમાં જાય છે? આપણા બાળકને કઈ ભાષા પ્રત્યે તથા કઈ પ્રવૃત્તિ પ્રત્યે વધુ લગાવ છે? -આવી અનેક બાબતોનો વિચાર કરવો જ જોઈએ કારણકે આપણું બાળક ‘ફૂલ’ નથી પણ તે ‘ફૂલની કળી’ છે તે કળી ફૂલનાં રૂપમાં ખીલી ઉઠે એવા સકારાત્મક પ્રયત્નો કરવા માટે અમો તત્પર છીએ.

આપશ્રીએ અને અમોએ સયુંકતપણે પ્રમાણિક પુરૂષાર્થ કરીને આપણું કુમળું બાળક વ્યવસ્થિત અભ્યાસ કરે,તેનો આત્મવિશ્વાસ વધે તેમજ સર્વાંગી વિકાસ થાય તે માટે આપણે સાથે મળીને પ્રયાસો કરવા પડશે; ત્યારે જ આપણે સૌ કંઈક આત્મસંતોષ મેળવી શકીશું.

તો આવો આપણે સાથે મળીને દિવ્ય ભવિષ્ય માટે “એક કદમ સફળતા તરફ...” ભરીએ...

શ્રી રાજેશભાઈ સી. કાતરીયા

આચાર્યનો સંદેશ

નમસ્કાર...

વર્તમાનસમય એટલે Technology , Internet , Unity અને Self-protection નો યુગ. આવા સમયે આપણી પાસે Information અને Knowledge નહી હોય તો પાંચ વર્ષનો પપ્પુ પણ ચોક્કસપણે Phd. થયેલ પ્રકાશભાઈને પાછા પાડી દેશે.જેવી રીતે શરીર સંચાલન માટે ખોરાકની જરૂર પડે છે તેવી રીતે સુખમય,સંતોષમય અને સ્વસ્થજીવન જીવવા માટે શિક્ષણ ખુબ જ અગત્યનું અંગ બની ગયું છે ત્યારે આપણાં બાળકો પુસ્તકીયા કીડા બનીને માત્ર ટકાવારીની વ્યથામાં ન રહેતા જીવનની કોઈપણ પરીક્ષામાં પાછા ન પડે તથા જીવનમૂલ્યો,સાંસ્કૃતિકવારસો,સમાજમૂલ્યો,નૈતિકતા અને માનવિયમૂલ્યો કટાય કે કપાઇ ન જાય તેવી મજબૂત કેળવણીની પહેલ કરી નવી પેઢીનું નિર્માણ કરીશું તો જ આવનારો સમય આપણને આવકારશે.

તો ચાલો, આપણે સૌ બાળકનું બાળપણ છિનવાય ન જાય તેવા ભારવગરનાં ભણતરની સાથે જવાબદારીની ડાળી અને સ્વતંત્રતાની પાંખો આપી આકાશદર્શન કરાવીએ. આપણે સૌ જીવનનાં પ્રત્યેક આયામોમાં અણનમ ટકી રહી સાચા શિક્ષણનાં વારસ બની પારદર્શક પરિણામનાં સાક્ષી બની રહીએ એ જ માં શારદાનાં ચરણોમાં પાર્થના સહ સૌને જયશ્રી કૃષ્ણ....

નરેશભાઈ. કે. આહિર.